Site icon hindtv.in

સુરતમાં નાસતા ફરતા આરોપી ઝડપાયો

સુરતમાં નાસતા ફરતા આરોપી ઝડપાયો
Spread the love

સુરતમાં નાસતા ફરતા આરોપી ઝડપાયો
સચીન જીઆઈડીસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
રાકેશ ઉર્ફે રાગેસ બરસન કિરાડની ધરપકડ

પુર્વ પત્નિના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને છોટા ઉદેપુરના ખેરકુવા ચેક પોસ્ટ પાસે નાકાબંધી કરી સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો.

સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાંથી પુર્વ પત્નિનુ અપહરણ કરી જનાર આરોપી હાલ છોટા ઉદેપુર તરફ જઈ રહ્યો હોવાની માહિતી મળતા સચીન જીઆઈડીસી પોલીસે છોટા ઉદેપુરના ખેરકુવા ચેક પોસ્ટ ખાતે નાકાબંધી કરી ત્યાંથી પુર્વ પત્નિનુ અપહરણ કરી જનાર આરોપી એવા મધ્યપ્રદેશના અલીરાજપુરના અકલવા માં રહેતા રાકેશ ઉર્ફે રાગેસ બરસન કિરાડને ઝડપી પાડ્યો હતો અને ભોગ બનનારને સહિસલામત મુક્ત કરાવી હતી.

Exit mobile version