Site icon hindtv.in

સુરતમાં ફરાર આરોપી ઝડપાયો

સુરતમાં ફરાર આરોપી ઝડપાયો
Spread the love

સુરતમાં ફરાર આરોપી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચે બે રીઢાઓને ઝડપી પાડ્યા
ગૌતમ મોનુ,ગોવિંદ શ્રીરામ રામદેવ યાદવની ધરપકડ

સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં બાળ કિશોરના અપહરણ વિથ મર્ડરના ગુનામાં ઝડપાયેલા અને એક વર્ષથી વચગાળાના જામીન મેળવી ભાગી છુટેલા બે રીઢાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

સુરતમાં તહેવારો સમયે ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની આર્મ્સ એક્ટ સ્કોડની ટીમે બાતમીના આધારે સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં વર્ષ 2023માં બાળ કિશોરના કિડનેપીંગ અને મર્ડરના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓ ગૌતમ ઉર્ફે મોનુ અને વિનાયક ઉર્ફે સોનુ એક વર્ષ અગાઉ વચગાળાના જામીન મેળવી ફરાર થયા હોય જેઓ હાલ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન ખાતે જઈ ત્યાંથી ગૌતમ ઉર્ફે મોનુ ઉર્ફએ ગોવિંદ શ્રીરામ રામદેવ યાદવ અને ઉત્તર પ્રદેશ ખાતે જઈ ત્યાંથી વિનાયક ઉર્ફે સોન શ્રીરામ રામદેવ યાદવને ઝડપી પાડી સુરત લાવી તેઓનો કબ્જો કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version