Site icon hindtv.in

કાપડના માલને સસ્તા ભાવે વેચનાર આરોપી ઝડપાયો

કાપડના માલને સસ્તા ભાવે વેચનાર આરોપી ઝડપાયો
Spread the love

કાપડના માલને સસ્તા ભાવે વેચનાર આરોપી ઝડપાયો
પોલીસે પ્રકાશ મહેન્દ્રભાઈ સેનની કરી ધરપકડ
આરોપીએ 7,39,000 નો માલ લઈ પૈસા ચૂકવ્યા નહોતા

સુરતની સારોલી પોલીસે કાપડનો માલ ખરીદી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી ઠગાઈ કરનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતની સારોલી પોલીસે જણાવ્યું હતું કે સારોલી પોલીસ મથકમાં વિપુલભાઈ દિલીપકુમાર પંચારીયા બ્રીજ મોહિની સારીજ ના પ્રોપરાઇટર છે અને તે કુબેરજી ડેક માર્કેટ કુંભારીયા ગામ સુરત ખાતે કપડાનો વેપાર કરે છે ત્યારે વિપુલભાઈ ને વેપારી આદિત્ય પારેખ જયશ ફેશનના પ્રોપર રાઇટર છે મહેન્દ્રભાઈ શિવ રતન સેને એકબીજાની મદદગારી કરી દલાલ મહેન્દ્રભાઈ શેને વિપુલભાઈ નો સંપર્ક કર્યો હતો અને વિપુલભાઈને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ટુકડે ટુકડે બીલથી 7 લાખ 39,000 નો સાડીનો માલ મંગાવ્યો હતો અને તેના પૈસા ન ચૂકવી દુકાન બંધ કરી અલગ અલગ વાયદાઓ આપી ગલ્લા કલ્લા કરી ઉઠામણું કરી ફરાર થઈ ગયા હતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે ગોડાદર રા ખાતેથી સારોલી પોલીસે પ્રકાશ મહેન્દ્રભાઈ શિવ રતન સેનની ધરપકડ કરી છે અગાઉ આદિત્ય ઉર્ફે મોન્ટુ રાજેન્દ્રકુમાર પારીકની ધરપકડ કરી હતી

Exit mobile version