Site icon hindtv.in

અમરેલી રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું કરનાર આરોપી ઝડપાયા.

અમરેલી રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું કરનાર આરોપી ઝડપાયા.
Spread the love

અમરેલી રાજુલા સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું કરનાર આરોપી ઝડપાયા.
વકીલ, હોસ્પિટલ સ્ટાફ અને દર્દી પર કર્યો હતો જીવલેણ હુમલો.
પોલીસે આરોપીની પકડીને હોસ્પિટલ ડિસ્કવરી પંચનામું કર્યું.

અમરેલી જિલ્લાના રાજુલામાં આવેલી સિવિલ હોસ્પિટલનાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ધોળા દિવસે હોસ્પિટલમાં મારામારીની ઘટના બની હતી. શિયાળબેટમાં ઉપસરપંચ બનવા મામલે માથાકૂટ થતાં 15 જેટલા અસામાજિક તત્વો ધોકા-પાઇપ જેવા હથિયારો સાથે હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા અને 6 વ્યક્તિઓ પર હિચકારો હુમલો કરી ફરાર થયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સીસીટીવીનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી જિલ્લાના રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ધોળા દિવસે મારામારીની ઘટના બની હતી, જેનાં કારણે દર્દીઓની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા તાલુકાનાં શિયાળબેટમાં ઉપસરપંચ બનવા મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ બાબતે 15 જેટલા શખ્સો લાકડી-ડંડા-ધોળા-પાઇપ સહિતનાં હથિયારો સાથે સિવિલ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા અને બૂમાબૂમ કરી હતી. પોલીસે આરોપીની પકડીને હોસ્પિટલ ડિસ્કવરી પંચનામું કર્યું.

અસામાજિક તત્વોએ હોસ્પિટલમાં 6 જેટલી વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. થોડા સમય માટે હોસ્પિટલમાં ભયનો માહોલ સર્જાયો હતો. 15 શખ્સોએ મચાવેલા તાંડવની ઘટના હોસ્પિટલનાં CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ ઘટના અંગે હોસ્પિટલ તંત્રે પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસની ટીમ સિવિલ પહોંચી હતી અને CCTV ફૂટેજનાં આધારે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે કયાં કારણોસર હુમલો કરાયો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version