Site icon hindtv.in

12 વર્ષથી વોન્ટેડ આરોપી જલગાંવથી ઝડપાયો

12 વર્ષથી વોન્ટેડ આરોપી જલગાંવથી ઝડપાયો
Spread the love

12 વર્ષથી વોન્ટેડ આરોપી જલગાંવથી ઝડપાયો
હનીટ્રેપ-લૂંટનો વોન્ટેડ આરોપી ડીસીબીના હાથે ઝડપાયો
સુરત ડીસીબીએ 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાંચે વર્ષ બારડોલી પોલીસ મથકમાં 2016થી લૂંટ અને હનીટ્રેપના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્રના જલગાંવમાંથી ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્ષોથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રન્ચને માહિતી મળી હતી કે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016માં નોંધાયેલા લૂંટ અને હનીટ્રેપના ગુનામાં પ્રવિણ રમેશભાઈ રાઠોડ છેલ્લા દસ વર્ષથી ફરાર છે. જે હાલ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના વીસાપુર ગામમાં પોતાના ઘરે રહી ખેતીકામ કરે છે. જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વીસાપુર ખાતે કાર્યવાહી કરી આરોપી પ્રવિણ રાઠોડને તેના ઘર પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી પ્રવણ રાઠોડ અને તેના સાગરીતોએ એનઆરઆઈ વ્યક્તિને હનીટ્રેપમાં ફસાવવાનું કાવતરું રચ્યું હતું. મહિલા આરોપીઓ દ્વારા ફરિયાદીને ફોન કરીને મળવા બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ખેતરાડી વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં મહિલા આરોપીઓએ ફરિયાદીને શારીરિક રીતે ફસાવી દીધા બાદ અન્ય આરોપીઓ પોલીસ તરીકેની ઓળખ આપી ત્યાં પહોંચ્યા હતા. ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જવાની અને તેના વિરુદ્ધ ખોટો કેસ કરવાની ધમકી આપી પાંચ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે ફરિયાદીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં આરોપીઓએ મારામારી કરી તેની પાસેથી પાંચ હજાર રૂપિયા રોકડા અને પાંચ હજાર રૂપિયાની કિંમતનો સેમસંગ મોબાઈલ ફોન, મળી કુલ દસ હજાર રૂપિયાની લૂંટ કરી હતી. આરોપીઓ ફરિયાદીને સ્વિફ્ટ કારમાં બેસાડી બારડોલી તરફ લઈ જઈ રહ્યા હતા. દરમિયાન ફરિયાદીએ બુમાબુમ કરી કારનું સ્ટિયરિંગ ફેરવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ટાયર ફાટી ગયું હતું. લોકો ભેગા થવાના ડરે આરોપીઓ કાર છોડીને ફરાર થઈ ગયા હતા. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો બારડોલી ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Exit mobile version