ભાવનગરમાં અપહરણના ગુનાના આરોપીઓને ઝડપ્યા
તા. 4 જુનના રોજ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ
ભાવનગરમાં અપહરણના ગુનાના આરોપીઓને ગુનો બન્યાના ગણતરીના સમયમાં પકડી પાડતી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ટીમ.
પોલીસ મહાનીરીક્ષકઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા અસરકારક કામગીરી કરવા સુચના આપેલ. જે અન્વયે ગઇ તા. 4 જુનના રોજ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હોય. સદરહુ ગુનાના કામના આરોપીઓએ ફરીયાદીના સગીર વયના દિકરાને મારી નાખવાના ઇરાદે અર્ટીગા કારમાં ધાક-ધમકી આપી બેસાડી અપહરણ કરી કુંભારવાડા મોતી તળાવની પાળ પાસે આવેલી આરોપીની કબ્જાની ઓફીસે લઇ જઇ આડેધડ મુંઢમાર માર-મારી છરીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના સગીરવયના દિકરાએ મોબાઇલ ફોનની ચોરી કરેલ છે તેવી બળજબરીથી કબુલાત કરાવતો વિડીયો ઉતારી તેને આ બાબતે ઘરે વાત કરીશ કે પોલીસ ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી છોડી મુકેલ અને આરોપીઓ નાસી ગયેલ હોય. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ગંગાજળીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરના સર્વેલન્સ સ્ટાફના માણસોને આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપીઓમાં (૧) કયુમખાન મહમદખાન પઠાણ (૨) અમન ઉર્ફે માવાદી ઇસુબભાઇ કુરેશી (૩) અમન ઉર્ફે એ.કે. અબ્દુલભાઇ કાઝી (૪) સાહિલ ઉર્ફે ચીનો આરીફભાઇ કુરેશી (૫) મહમખકૈફ અબ્દુલરઝાકભાઇ બાતવીલ (૬)મહમદઝુબેર જાહીદભાઇ શેખ સામેલ છે

