Site icon hindtv.in

ચેઇન સ્નેચિંગ કેસનો આરોપી ડબલ મર્ડરમાં જેલમાં હતો

ચેઇન સ્નેચિંગ કેસનો આરોપી ડબલ મર્ડરમાં જેલમાં હતો
Spread the love

ચેઇન સ્નેચિંગ કેસનો આરોપી ડબલ મર્ડરમાં જેલમાં હતો
પોલીસે આરોપીની ઇન્સ્ટાગ્રામ રીલ્સ પરથી ઓળખ કરી
વિવિધ રાજ્યમાં 23 જેટલા ગુના નોંધાયેલા

સુરતના રાંદેર પોલીસે ચોરી કરી નાગાબાવાનો વેશ ધારણ કરી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.

આ અંગે રાંદેર પોલીસે જણાવ્યું હતું કે સુરત પોલીસ કમિશનરે અલગ અલગ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા આદેશ આપ્યા હતા જે અનુસંધાને રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન વર્ષ 2024 ના સપ્ટેમ્બર મહિનામાં ચેઇન સ્નેચિગનો બનાવ બન્યો હતો તે ગુનાનો આરોપી પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો જેથી પોલીસે વર્ક આઉટ કરી બાતમીદારો પાસેથી બાતની મેળવી હતી. આ દરમિયાન આ બનાવને અંજામ આપનાર આરોપીઓ પૈકી એક આરોપી સાબરમતી જેલમાં છે અને એક આરોપી ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ મથકના ડબલ મર્ડરના ગુનામાં ચારેક મહિનાથી અમદાવાદ સાબરમતી જેલમાં બંધ છે આ દરમિયાન પોલીસે આરોપી નો ફોટો મેળવ્યો હતો અને જે તે વખતે ડબલ મર્ડરના કામે પકડાયેલ આરોપીની અટકાયત બાદ તેના સમાચાર વાયરલ થયા હતા જે ફરિયાદીને બતાવતા ફરિયાદીએ આરોપીની ઓળખ કરી હતી અને પોલીસે સાબરમતી જેલમાંથી આરોપીનું ટ્રાન્સફર વોરંટ કોર્ટમાંથી મેળવી તેનો કબજો લીધો છે પોલીસે વનરાજ નાથ ઉર્ફે બનાના નાથ ઉર્ફે વનીઓ કંચન નાથ મદારીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી વિરુદ્ધ 23 જેટલા ગુનાઓ નોંધાયેલા છે જેમાં હત્યા ચોરી મારા મારી લૂંટ સહિત વિવિધ ગુનાઓ નોંધાયેલા છે હાલ આરોપી પકડાઈ જતા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલ ગુના નો ભેદ ઉકેલાઈ ગયો છે.

Exit mobile version