Site icon hindtv.in

સુરતમાં 18 મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો

સુરતમાં 18 મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો
Spread the love

સુરતમાં 18 મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો
સારોલી પોલીસ મથકમાં આર્મ્સના ગુનામાં હતો વોન્ટેડ
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીની કરી ધરપકડ

સુરતના સારોલી પોલીસ મથકમાં આર્મ્સના ગુનામાં 18 મહિનાથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી એ દેશી પિસ્તોલ અને કાર્ટિસ્ટ એક આરોપીને આપી હતી.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરતના સારોલી પોલીસ મથકમાં આર્મ્સના ગુનામાં 18 મહિનાથી વોન્ટેડ આરોપીની બાતમી ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને મળી હતી જેથી પોલીસે મહારાષ્ટ્રના મલકાપુર ખાતેથી આરોપી તીર્થસિંઘ ઈશ્વર સિંઘ બાવરીની ધરપકડ કરી છે. આરોપીએ એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મુકેશ સમાધાન મેઢે નામના ઇસમને આપી હતી. સારોલી પોલીસની ટીમ 15 /9 /2023 ના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપી મુકેશ વાહન ચેકિંગ દરમિયાન સુરતના સારોલી સીમાડા ચેકપોસ્ટ પાસે પકડાયો હતો ત્યારે તેની તપાસ કરતા તેના પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને કાર્ટીઝ મળી આવ્યું હતું. જેથી પોલીસે આ હથિયાર ક્યાંથી લાવ્યો? તે અંગે પૂછતા હાલમાં પકડાયેલા તીરથ સિંહ બાવરી નામના ચીકલીગરે આ હથિયાર આપ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી આરોપી પોતાનું નામ જાહેર થતાં ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડી પાડવા નામદાર કોર્ટે સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ કર્યું હતું. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version