સુરતમાં હત્યાનો પ્રયાસ કરી ભાગી છુટેલા આરોપી ઝડપાયો
અડાજણ પોલીસે હત્યારાને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યું
પોલીસે આરોપીને ઘટના સથળે લઇ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ
સુરતની અડાજણ પોલીસે હત્યાનો પ્રયાસ કરી ભાગી છુટેલા હત્યારાને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવી સ્થળે લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ હવે ગુનેગારો સામે લાલ આંખ કરી રહી છે ત્યારે સુરતની અડાજણ પોલીસ મથકની હદમાં એક પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા બાદ ભાગી છુટેલા હુમલાખોરને અડાજણ પોલીસે ઝડપી પાડ્યો હતો. માથાભારે એવા મુળ યુપીનો અને હાલ અડાજણ પાલનપુર જકાતનાકા ખાતે રહેતા આઝાદ લહરૂ સહાનીને અડાજણ પોલીસે ઝડપી પાડી કાયદાનુ ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ બનાવનુ રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ

