સુરત ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ
પોલીસે 1 લાખ 25 હજારનો ગાંજાનો જથ્થો ઝડપ્યો
પોલીસે 11 કિલો 990 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત રેલ્વે સ્ટેશન પરથી રેલ્વે પોલીસે બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આવનાર દિવાળીના તહેવારને લઈ સુરત રેલ્વે સ્ટેશન પર ભીડ વધી રહી હોય જેને લઈ ચોરી સહિતની ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા સુર રેલ્વે પોલીસની ટીમ રેલ્વે સ્ટેશન પર સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સુરત રેલ્વે પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર 1 પર રેલ્વે પોલીસ ચોકી સામે સ્ટોલ પાસેથી શંકાસ્પદ દિપક પબન્ના સ્વાંઈને આંતર્યો હતો અને તેની પાસેની બેગની ઝડતી લેતા તેમાંથી 11 કિલોથી વધુ ગાંજાનો જથ્થો તથા મોબાઈલ સહિત 1 લાખ 25 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

