Site icon hindtv.in

પાલનપુર જકાતનાકા પાસે વેપારી પાસેથી રોકડ ભરેલી થેલી ઝૂંટવી આરોપીઓ ફરાર

પાલનપુર જકાતનાકા પાસે વેપારી પાસેથી રોકડ ભરેલી થેલી ઝૂંટવી આરોપીઓ ફરાર
Spread the love

પાલનપુર જકાતનાકા પાસે વેપારી પાસેથી રોકડ ભરેલી થેલી ઝૂંટવી આરોપીઓ ફરાર
અડાજણ પોલીસે 300થી વધુ સીસીટીવી કેમેરા તપાસી આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે લાખોની મત્તા કબજે કરી કાર્યવાહી હાથ ધરી

સુરતના અડાજણ પોલીસ મથક વિસ્તારમાં આવેલ પાલનપુર જકાતનાકા પાસે આવેલી સાડીની દુકાન બંધ કરીને ઘરે જઈ રહેલા વેપારી પાસેથી રોકડ ભરેલી થેલી ઝૂંટવી ફરાર થઈ ગયેલા આરોપીઓને 300થી વધુ સીસીટીવી કેમેરા તપાસી અડાજણ પોલીસે ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.

સુરતના અડાજણ પોલીસ મથકની હદમાં આવેલ પાલનપુર જકાતનાકા પાસે આવેલી ઠાકોર દ્વાર સોસાયટીમાં કુમકુમ સાડીઝ એન્ડ ડ્રેસ મટિરિયલ નામની દુકાનના વેપારી ગત 13મીએ રાત્રીનાસમયે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન મંગલદીપ એપાર્ટમેન્ટના એચ-બિલ્ડિંગના બીજા માળે અજાણ્યા શખ્સોએ વેપારીના હાથમાંથી રોકડ ભરેલી થેલી ઝૂંટવી લીધી હતી અને તેમને દાદર પર નીચે પાડી ફરાર થઈ ગયા હતા. આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ, બાતમીદારો તથા 300થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી હતી. અને પોલીસે લુંટને અંજામ આપનાર કરણ ઉર્ફે કાળિયો ભારતી, પન્નેલાલ સહાની, રોહિત ઉર્ફે ગોલુ વિશ્વકર્મા અને સોનુ નિષાદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Exit mobile version