Site icon hindtv.in

સુરતના ભટાર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની

સુરતના ભટાર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની
Spread the love

સુરતના ભટાર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની
બે યુવાનોને ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા એકનુ મોત
ટ્રેક્ટર ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો
ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતના ભટાર વિસ્તારમાંથી બાઈક પર પસાર થઈ રહેલા બે યુવાનોને ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા એકનુ મોત નિપજ્યુ હતુ તો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના ભટાર વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સુરતના ભટાર વિસ્તારમાંથી બાઈક પર પસાર થઈ રહેલા બે યુવાનોમાંથી એક એવા 19 વર્ષીય સાહિલ શેખ ને રોંગ સાઈડે આવેલા ટ્રેક્ટરના ચાલકે અડફેટે લીધો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા શાહિલ શેખનુ મોત નિપજ્યુ હતું. તો ઘટનાના હાલ સીસીટીવી સામે આવ્યા છે જેમાં ટ્રેક્ટર ચાલકે સર્જેલો અકસ્માત કેદ થયો હતો. તો અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપતા ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version