Site icon hindtv.in

સુરતમાં ફરી અકસ્માતની ઘટના બની

સુરતમાં ફરી અકસ્માતની ઘટના બની
Spread the love

સુરતમાં ફરી અકસ્માતની ઘટના બની
સચિન ગ્રીન સિટી પાસે અકસ્માત સર્જાયો
કામ પતાવી ઘરે પરત ફરી રહેલા યુવાનને અકસ્માત નડયો
અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લીધા હતા
યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યુ

સુરતમાં અકસ્માતના વધી રહેલા બનાવો વચ્ચે સચીન ગ્રીન સિટી પાસે બેફામ દોડી આવેલા અજાણ્યા વાહનના ચાલકે ફાર્નિચરનુ કામ કરનાર યુવાનને અડફેટે લઈ મોતને ઘાટ ઉતાર્યો હતો.

સુરતમાં અકસ્માતની ઘટના બની રહી છે. ત્યારે સચિન ગ્રીન સિટી પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડાયમંડ બુર્સમાં ફર્નિચરનું કામ પતાવી ઘરે પરત ફરી રહેલા સોનુ વિશ્વકર્મા નામના યુવાનને અકસ્માત નડયો હતો. અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યુ હતું. તો મૃતકને સંતાનમાં બે બાળકો હોય જેઓએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારજનો દ્વારા ન્યાયની માંગ  સાથે વળતરની પણ માંગ કરી હતી. હાલ તો પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

 

Exit mobile version