Site icon hindtv.in

સારોલી પોલીસના અપહરણ-પોક્સો કેસનો ફરાર આરોપી ઝડપાયો

સારોલી પોલીસના અપહરણ-પોક્સો કેસનો ફરાર આરોપી ઝડપાયો
Spread the love

સારોલી પોલીસના અપહરણ-પોક્સો કેસનો ફરાર આરોપી ઝડપાયો
વર્ષ 2025થી ફરાર આરોપીને પુણેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સારોલી પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સો કેસમાં વર્ષ 2025થી ફરાર આરોપીને મહારાષ્ટ્રના પુણેથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો.

સુરતના સારોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા અપહરણ અને પોક્સો કેસમાં વોન્ટેડ આરોપીને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સ્કવોડે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી પુણેના કાલેવાડી ફાટક, થેરગાંવ વિસ્તારમાં હોવાની ચોક્કસ બાતમી મળતા પોલીસ ટીમે ત્યાં પહોંચી આરોપી સલમાનઅલી શબ્બીરઅલીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાનો રહેવાસી છે અને સુરતના સારોલી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. દરમિયાન 15 વર્ષની સગીરા સાથે પ્રેમસંબંધ થતાં આરોપી તેને લગ્નના ઈરાદે લઈ ગયો હોવાનો આક્ષેપ છે. આ મામલે વર્ષ 2025માં સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલ તો આરોપીનો કબ્જો સારોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.

Exit mobile version