Site icon hindtv.in

ભેસ્તાનના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડનો ફરાર આરોપી ઝડપાયો

ભેસ્તાનના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડનો ફરાર આરોપી ઝડપાયો
Spread the love

ભેસ્તાનના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડનો ફરાર આરોપી ઝડપાયો
સતીશ મરાઠા હત્યા કેસમાં આરોપી અંકુર પાંડેની ધરપકડ
પલસાણાથી ભેસ્તાન પોલીસે ફરાર આરોપી અંકુર પાંડેને ઝડપી પાડ્યો

સુરતના ભેસ્તાન વિસ્તારમાં થયેલા ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડમાં ફરાર આરોપીને અંકુર પાંડેને પલસાણા ખાતેથી ભેસ્તાન પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં નોંધાયેલા સતીશ મરાઠા હત્યાકાંડમાં ભેસ્તાન પોલીસને મોટી સફળતા મળી હોય તેમ હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી અંકુર દુર્ગાપ્રસાદ પાંડેને ભેસ્તાન પોલીસની સર્વેલન્સ ટીમે પલસાણાથી ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આરોપી પલસાણામાં શિવમ હોસ્પિટલની બાજુમાં આવેલા ચામુંડા ટી સ્ટોલ પાસે હાજર છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી અંકુર પાંડે સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી સતીશ મરાઠા હત્યાકાંડમાં સંડોવાયેલો છે.

Exit mobile version