લીંબાયતમાં સગીરા અપહરણ-દુષ્કર્મ કેસનો ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો
15 દિવસથી ફરાર આરોપીને લીંબાયત પોલીસે ઝડપી પાડ્યો
સગીરા અપહરણ-દુષ્કર્મના આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી લેવાયો
લીંબાયત પોલીસની કાર્યવાહી, ફરાર આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ
સુરતના લીંબાયત વિસ્તારમાં સગીર બાળાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુનામાં છેલ્લા 15 દિવસથી ફરાર આરોપીને લીંબાયત પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી આરોપીને કાયદાનું ભાન કરાવી તેની ધરપકડ કરી હતી.
સુરતમાં સગીરાઓને લગ્નની લાલચે ભગાડી જઈ બળાત્કાર ગુજારવાના અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે ત્યારે સુરતની લિંબાયત પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર બાળાને લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાનો ગુનામાં છેલ્લા 15 દિવસથી ફરાર પ્રતાપ વિઠ્ઠલ પટેલ ને રાજસ્થાનના બાસવાડામાંથી ઝડપી પાડી અપહયતને મુક્ત કરાવી સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

