Site icon hindtv.in

યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્ન મહોત્સવ

યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્ન મહોત્સવ
Spread the love

યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્ન મહોત્સવ
સુરતના ડુમસ રોડ પર પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા
દીકરીઓના લગ્ન કરાવીને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

સુરતના ડુમસ રોડ પર યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્ન મહોત્સવનુ ભવ્ય આયોજન કરાયુ હતું જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતાં.

યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્ન મહોત્સવનુ 14મી માર્ચ શનિવારના રોજ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. દીકરીઓના સપનાઓને સાકાર કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ ડુમસ એરપોર્ટ રોડ સ્થિત આલીશાન રાજઘરાના લોન્સ ખાતે યોજાયો હતો, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. યશવી ફાઉન્ડેશનની આ સેવાયાત્રા ઉત્તરોત્તર વધી રહી છે. પ્રથમ વર્ષે 21 અને દ્વિતીય વર્ષે 51 દીકરીઓના લગ્ન બાદ, આ તૃતીય વર્ષે સંસ્થાએ 101 દીકરીઓના લગ્ન કરાવીને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સમૂહલગ્ન માટેની પ્રક્રિયા મહિનાઓ પૂર્વે જ શરૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

Exit mobile version