બંધારણ મામલે વાવ થરાદમાં ઠાકોર સમાજ લાલધૂમ.
ગબ્બર, અર્જુન અને વિક્રમ ઠાકોર સામે ઉગ્ર રોષ.
બંધારણ તોડવાનો મુદ્દો ગામડાઓ સુધી પહોંચી ગયો
વાવ થરાદમાં ગાયક કલાકાર વિક્રમ ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે સમાજમાં રોષ વધતો જઈ રહ્યો છે. ડીજે મુદ્દે સમાજમાં સતત રોષ ભભૂકી રહ્યો છે.. ઠાકોર સમાજના બંધારણ તોડવાનો મુદ્દો ગામડાઓ સુધી પહોંચી ગયો છે.
વાવ થરાદમાં કલાકાર વિક્રમ ઠાકોર અને ગબ્બર ઠાકોર સામે ઠાકોર સમાજ લાલઘૂમ થયો છે. દિયોદરના જાડા ગામે ઠાકોર સમાજના આગેવાનોએ એકમત થઈ બંધારણ તોડનારનો વિરોધ કર્યો. ગામમાં સમાજના આગેવાનોએ બંધારણ તોડનાર સામે પગલા લેવા માગ કરી. કેટલાકે તો બંધારણ તોડનારને અસમાજિક તત્વો સાથે સરખાવી દીધા. બનાસકાંઠાના ડીસા તાલુકાના જાબડિયા ગામે બે યુવાનને એક વર્ષ માટે ‘નાત બહાર મૂકવાની અને તેમની સાથે તમામ વ્યવહાર બંધ’ કરી દેવાની ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ જાહેરાત કરી છે.
અર્જુન ઠાકોરે કહ્યું હતું કે આખું જીવન અમે સંગીત પાછળ ખર્ચ્યું છે. અમારી 20 વર્ષની મહેનત છે, અમે કાળી મજૂરી મહેનત કરી છે. અમે ગાવાનું બંધ કરી દઈએ તો રોજગારી ક્યાંથી મળશે ? અમારે લોન ક્યાંથી ભરવી ? બીજો શું ધંધો કરીશું ? સાથે કામ કરતાં યુવાન ગબ્બર ઠાકોરે કહ્યું હતું કે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. અમે સમાજ વિરુદ્ધ ગયા નથી અને જવાના નથી. અમે કોઈ ખરાબ કામ કર્યું નથી. આટલો વિરોધ દારૂબંધીનો કર્યો હોત તો સમાજનું સારું થાત. સમાજમાં કેટલાક માણસો આવા મુદ્દા ઉપાડીને આવી જાય છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
