Site icon hindtv.in

સુરતમાં રાત્રી સમયે ચોરોનો આતંક

સુરતમાં રાત્રી સમયે ચોરોનો આતંક
Spread the love

સુરતમાં રાત્રી સમયે ચોરોનો આતંક
કતારગામમાં મોડી રાત્રે જ્વેલર્સની દુકાનમાં ચોરી
રોકડ 1.30 લાખ તથા દાગીના સહિત 12 લાખની ચોરી

સુરતમાં રાત્રી સમયે ચોરોએ આતંક મચાવવાનુ શરૂ કર્યુ હોય તેમ કતારગામમાં મોડી રાત્રે જ્વેલર્સની દુકાનમાં ચોરોએ લાખનો હાથફેરો કર્યો હતો.

સુરતમાં પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કરતા સીસીટીવી સામે આવ્યા છે. સુરતના કતારગામ વિસ્તારમાં મોડી રાત્રે એક જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. ચોર દુકાનમાં બારીમાંથુ ઘુસ્યો હતો અને રોકડ 1.30 લાખ તથા દાગીના સહિત 12 લાખની ચોરી કરી ભાગી છુટ્યો હતો. તો શંખાસ્પદ ચોર સીસીટીવી ફુટેજમાં પણ કેદ થયો હોય જેના આધારે પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

Exit mobile version