સુરતના ઉત્રાણમાં લૂંટેરી દુલ્હનનો આતંક
યુવકે પાસેથી 2.25 લાખ પાડવી દલાલે લગ્ન કરાવ્યા
13 દિવસ સાસરે રહી અને 14માં દિવસે લુટેરી દુલ્હન ફરાર
સુરતના ઉત્રાણ વિસ્તારમાં લુંટીર દુલ્હન અને દલાલે વધુ એક યુવાનને ઠગી લીધા છે. લાખો રૂપિયા લઈ લુટેરી દુલ્હન અને દલાલ ભાગી છુટ્યા હતાં.
સુરતના ઉતરાણ વિસ્તારમાં લૂંટરી દુલ્હનનો આતંક સામે આવ્યો છે. સૌરાષ્ટ્રવાસી યુવક પાસે 2.25 લાખ લઈ દલાલે લુટેરી દુલ્હન સાથે લગ્ન કરાવ્યા હતાં. દુલ્હન 13 દિવસ સુધી સાસરે રહી અને 14 માં દિવસે 1.40 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ હતી. લુટેરી દુલ્હન અને દલાલ બન્ને એ ખોટું નામ ધારણ કરી યુવક સાથે છેતરપિંડી કરી હતી જને લઈ ઉતરાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. લુટેરી દુલ્હનનું નામ સાયરા છે અને તેને દસ વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. તો બહેનની તબિયત ખરાબ હોવાના બહાનાથી સાયરા ઘરેથી બહાર ગઈ હતી. ઘટના ને લઈ ઉતરાણ પોલીસે બન્નેને શોધવા તપાસ હાથ ધરી છે.
