સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
વેપારીઓને હેરાન કરતા હોવાના આક્ષેપો કરાયા
આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ
સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે વારંવાર અસામાજિક તત્વો વેપારીઓને હેરાન કરતા હોવાના આક્ષેપો કરાયા છે.
સુરત શહેરના કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સ્થાનિક વેપારીને કેટલાક લુખ્ખા તત્વો દ્વારા વારંવાર હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ મુજબ આ અસામાજિક તત્વો દ્વારા અવારનવાર પૈસાની માંગણી કરવા આવે છે. પૈસા ન આપતા તેઓ મકાન માલિકને પણ નિશાન બનાવે છે. મકાન માલિકના જણાવ્યા મુજબ આ લુખ્ખાઓ અનેક વખત જબરદસ્તી મકાનમાં ઘૂસી જઈ દારૂ પીવાના બનાવો પણ બને છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કતારગામ પોલીસ પાસે એક જ અપીલ કરવામાં આવી રહી છે કે આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરીને તેમને પાઠ ભણાવવામાં આવે. તો લુખ્ખાગીરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનુ પણ જણાવાયુ હતું.

