Site icon hindtv.in

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
ધુળેટીના પર્વએ કતારગામ વિસ્તારમાં એક પરિવાર ઉપર હુમલો
ગંદા પાણીની કોથળીઓ ફેંક્યા બાદ રસ્તા પર અટકાવી માર માર્યો

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ધુળેટીના પર્વએ કતારગામ વિસ્તારમાં એક પરિવાર પર અસામાજિક તત્વોએ ગંદા પાણીની કોથળીઓ ફેંક્યા બાદ રસ્તા પર અટકાવી માર માર્યો હોવાની ઘટના બની હતી.

સુરતમાં ધુળેટી પર્વએ અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. સુરતના કતારગામ વિસ્તારમાં બાપાસીતારામ ચોક નજીક આવેલ રૂક્ષ્મણી સોસાયટી પાસેથી પરિવાર સાથે જતા લોકોને અજાણ્યા ઈસમોએ ગંદા પાણીની કોથળીઓ ફેંકી રસ્તા વચ્ચે ઊભા રાખી ગાડીની ચાવી કાઢી લીધી હતી અને ત્યારબાદ ખરાબ ગાળો આપી ઝઘડો કર્યા બાદ આખા પરિવારને ફટકાઓ અને હાથમાં પહેરેલ કડાથી ઢોર માર માર્યો હતો. જેથી ઈજાગ્રસ્ત પરિવારના 12 લોકોને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલે ખસેડાયા હતાં. તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version