Site icon hindtv.in

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
Spread the love

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
ઉધના વિસ્તારમાં યુવાન પર જુની અદાવતમાં જીવલેણ હુમલો
પોલીસે સીસીટીવી સહિતની તપાસ કરી

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે ઉધના વિસ્તારમાં યુવાન પર જુની અદાવતમાં જીવલેણ હુમલો કરાતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો પોલીસે સીસીટીવી સહિતની તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.

સુરતના ઉધના સોનલ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. રાજા બિહારી નામના યુવક પર જુના ઝઘડાની અદાવતમાં જીવલેણ હુમલો કરાતા તેને તાત્કાલિક ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તો સોનલ ઈન્ડસ્ટ્રીયલ માં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળે છે. જેને લઈ ઉધના પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા હતાં. તો ઈજાગ્રસ્ત યુવાનના પરિવારજનોએ આક્ષેપ આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેથી તાત્કાલિક ઉધના પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી સહિતની ચકાસણી બાદ હુમલો કરનાર બે આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Exit mobile version