સુરતમાં અસામાજિક તત્વોનો આતંક
અડાજણ વિસ્તારમાં યુવાનને લાકડી વડે માર મરાયો
આતંકને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે અડાજણ વિસ્તારમાં યુવાનને લાકડી વડે માર મરાયો હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં રોજેરોજ અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારની ઘટના સામે આવી છે. અડાજણમાં હનીપાર્ક રોડ પર 9 સ્કવેર પાસે અસામાજિક તત્વોએ એક યુવાન પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો. તો અસામાજિક તત્વોએ મચાવેલા આતંકને લઈ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

