સુરતની ઉત્રાણ પોલીસનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
અંદાજે દોઢ લાખની કિંમતના 12 ગ્રામ વજનના સોનાના દાગીના
દાગીના સીસીટીવી ફૂટેજના આધારે શોધી મૂળ માલિકને પરત સોંપ્યા
સુરતની ઉત્રાણ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા અંદાજે દોઢ લાખની કિંમતના 12 ગ્રામ વજનના સોનાના દાગીના સીસીટીવી ફૂટેજના આધારે શોધી મૂળ માલિકને પરત સોંપતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતા નિતેશકુમાર ચાવડાના પર્સ સાથે અંદાજે 12 ગ્રામ સોનાના દાગીના ખોવાઈ ગયા હતા. જે અંગે ઉત્રાણ પોલીસને ફરિયાદ મળતા ઉતરાણ પોલીસની ટીમ દ્વારા 20થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસ્યા અને દાગીના શોધી કાઢ્યા હતાં. ત્યારબાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત દાગીના તેમના મૂળ માલિકને સન્માનપૂર્વક પરત આપવામાં આવ્યા હતાં. જેને લઈ દાગીના પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

