Site icon hindtv.in

સુરત પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ

સુરત પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ
Spread the love

સુરત પોલીસનો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ
કરોડોનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરાયો
ડીસીપી ઝોન-6 દ્વારા કાર્યક્રમનું આયોજન

સુરત પોલીસના ડીસીપી ઝોન છ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિવિધ ગુનાઓમાં રિકવર કરાયેલ કરોડો રૂપિયાનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.

ચોરાયેલ કે ખોવાઈ ગયેલ મુદ્દામાલ મુળ માલિકોને પરત કરવ માટે સુરત પોલીસ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજે છે. ત્યારે સુરતના ડીસીપી ઝોન-6 પોલીસ દ્વારા નાગરિકોની મિલકત પરત અપાવવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ 29 કરોડ 46 લાખ રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. જેમાં સચિન જીઆઈડીસી પોલીસે 21 કરોડ રૂપિયા, સચિન પોલીસે 7 કરોડ રૂપિયા, જ્યારે ડિંડોલી પોલીસે 78 લાખ રૂપિયાનો મુદ્દામાલ પરત સોંપ્યો છે. વિવિધ ફરિયાદો અને ગુનાઓમાં પોલીસે રિકવર કરેલા આ મુદ્દામાલને કાયદેસરની પ્રક્રિયા બાદ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આર્થિક ગુનાઓ સામે પોલીસની અસરકારક કામગીરીનો આ મહત્વનો દાખલો માનવામાં આવી રહ્યો છે.

Exit mobile version