Site icon hindtv.in

સુરત મહિધરપુરા વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

સુરત મહિધરપુરા વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
Spread the love

સુરત મહિધરપુરા વિસ્તારમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
પેન્ટના ખિસ્સામાંથી પડી ગયેલા દાગીના માલિકને પરત
સીસીટીવી સહિતની મદદથી સંકેતના દાગીના શોધી કાઢ્યા

સુરત મહિધરપુરા વિસ્તારમાં પેન્ટના ખિસ્સામાંથી પડી ગયેલા દાગીના પોલીસે ત્વરિત શોધી કાઢી માલિકને પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરત પોલીસ ફરી એક વ્યક્તિના મોઢા પર સ્મિત લઈ આવી હતી. વાત એમ છે કે સંકેત દેવાણી નામનો ઈસમ સોનાની બ્રેસલેટ અને બે સોનાની કડલીઓ પોતાના પેન્ટના ખિસ્સામાં રાખી સલાબતપુરાથી વરાછા જવા નીકળ્યો હતો ત્યારે સહારા દરવાજા પાસે પાનના ગલ્લે મિત્રને મળ્યા બાદ વરાછા ગયો હતો જ્યાં તેના ખિસ્સામાં દાગીના ન દેખાતા મહિધરપુરા પોલીસને જાણ કરી હતી જેથી મહિધરપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી સીસીટીવી સહિતની મદદથી સંકેતના દાગીના શોધી કાઢ્યા હતા અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી પરત કરતા સંકેત દેવાણીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Exit mobile version