Site icon hindtv.in

સુરત ડીસીપી ઝોન-3 પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ

સુરત ડીસીપી ઝોન-3 પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
Spread the love

સુરત ડીસીપી ઝોન-3 પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
ડીસીપી રાઘવ જૈનના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ
ડિટેક્શન કરી રિકવર કરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત

સુરત ડીસીપી ઝોન-3 પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝોન-3 ડીસીપી રાઘવ જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મહિધરપુરા, લાલગેટ, ચોક, કતારગામ અને સિંગણપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના કેસોમાં ડિટેક્શન કરી રિકવર કરાયેલો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.

સુરત ડીસીપી ઝોન-3 પોલીસ દ્વારા નાગરિકોના ચહેરા પર ખુશી લાવતો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ઝોન-3 ડીસીપી રાઘવ જૈનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીની ઝલક જોવા મળી હતી. ઝોન-3 હેઠળ આવતા મહિધરપુરા, લાલગેટ, ચોક, કતારગામ અને સિંગણપોર એમ કુલ પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના કેસોમાં પોલીસે તપાસ હાથ ધરી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

પોલીસની કામગીરીના પરિણામે સોના-ચાંદીના દાગીના, હીરા-ઝવેરાત, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિત કુલ 2 કરોડથી વધુ કિંમતનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. પોતાનો ચોરાયેલો કિંમતી માલ-સામાન પરત મળતા નાગરિકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

Exit mobile version