સુરતની સારોલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
કાર્યક્રમ થકી 1.45 લાખની મત્તાનો મુદ્દામાલ મુળ માલિકોને પરત
10 જેટલા મોબાઈલ ફોન પરત આપતા પોલીસનો આભાર
સુરતની સારોલી પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થકી 1.45 લાખની મત્તાનો મુદ્દામાલ મુળ માલિકોને પરત કરાયો હતો.
સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસઆર વેકરીયાની ટીમ દ્વારા ચોરાયેલા કે ખોવાયેલા મુદ્દામાલને શોધી કાઢ્યા બાદ મુળ માલિકોને કોર્ટના ધક્કા ન ખાવા પડે તે માટે કોર્ટના ઓર્ડર બાદ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજી મુળ માલિકોને તેઓના 1 લાખ 45 હજારની કિંમતના 10 જેટલા મોબાઈલ ફોન પરત આપતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.

