Site icon hindtv.in

સુરતમાં શેર ટ્રેડિંગમાં સારો નફો આપવાની લાલચ

સુરતમાં શેર ટ્રેડિંગમાં સારો નફો આપવાની લાલચ
Spread the love

સુરતમાં શેર ટ્રેડિંગમાં સારો નફો આપવાની લાલચ
સાયબર છેતરપિંડી કરનાર ગેંગના બે રીઢા આરોપીઓને ઝડપ્યા
ગૌતમ લાઠીગરા અને સચીન દલપતરાય ટીંટાને ઝડપ્યા

સુરતમાં શેર ટ્રેડિંગમાં સારો નફો આપવાની લાલચ આપી સાયબર છેતરપિંડી કરનાર ગેંગના બે રીઢા આરોપીઓને સાયબર ક્રાઈમ સેલે જુનાગઢથી ઝડપી પાડ્યા હતાં.

શેર ટ્રેડિંગમાં સારો નફો આપવાની લાલચ આપી આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ ગ્રુપમાં જોડ્યો હતો અને શેર ટ્રેડિંગથી મોટો નફો મળશે તેવી લાલચ આપી હતી. ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ 42 લાખ 98 હજાર 934 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ વર્કઆઉટ હાથ ધરી જુનાગઢમાંથી આરોપી ગૌતમકુમાર પ્રવિણભાઈ લાઠીગરા અને સચીનકુમાર હરસુખલાલ દલપતરાય ટીંટાને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન આરોપીઓના બેંક એકાઉન્ટમાં અલગ-અલગ રાજ્યોની કુલ ત્રણ ફરિયાદોમાં 4 કરોડ 3 લાખ 15૭ રૂપિયાના સાયબર ફ્રોડ સાથે સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે.

Exit mobile version