સુરતના અબ્રામા ખાતે મંદિરની જમીનનો વિવાદ
જમીન બચાવવાને લઈ ગ્રામજનોએ વિરોધ કર્યો
મંદિરની જમીન બચાવોના સૂત્રો પોસ્ટરમાં લખવામાં આવ્યા
સુરતના અબ્રામા ખાતે મંદિરની જમીન બચાવવાને લઈ ગ્રામજનોએ વિરોધ કરી જે મંદિર બચાવી શકે તેવા જ નેતાઓએ વોટ માંગવા આવવુ તેમ કહ્યુ હતું.
સુરતમાં ફરી મંદિરની જમીન બચાવવા બાબતે નેતાઓનો વિરોધ કરાયો છે. સુરતના અબ્રામા ખાતે મોટી સંખ્યામાં લોકોએ સાથે મળી પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો. અને મંદિરની જમીન બચાવોના સૂત્રો પોસ્ટરમાં લખવામાં આવ્યા હતાં. સાથે જ લખ્યુ હતુ કે અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જમીન બચાવી શકતા હોય તેવા જ નેતા વોટ માંગવા આવવું. આ ઉપરાંત બેનરમાં લખાયું હતુ કે કાયદો બોલે છે મંદિરની જમીન સુરક્ષિત રાખો જો કે જમીન વેંચાઈ રહી હોય જેને લઈ ભક્તોમાં અને ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

