હજીરા-સુરત, ડિસેમ્બર 04, 2023: AMNS ટાઉનશિપમાં તા. 29 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2023 દરમ્યાન યોજાયેલી AM/NS India ઈન્ટર-લોકેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)ની ટીમ હજીરા વિજેતા બની છે.
AM/NS Indiaની એચઆર અને એડમિન ટીમ દ્વારા આયોજીત આ રોમાંચક ટી-20 ટુર્નામેન્ટમાં AM/NS Indiaનાં વિવિધ સ્થળોએથી 11 ટીમ સામેલ થઈ હતી. 10 લીગ મેચ અને 2 સેમી ફાઈનલ અને ફાઇનલ સહિત કુલ 13 મેચનું આયોજન કરવામાં આવ્યુ હતું.
તા.2 ડિસેમ્બેરના રોજ યોજાયેલી ફાઇનલ મેચમાં ટીમ હજીરા અને ટીમ ખોપોલી સામ-સામે હતી. ટીમ હજીરાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ખોપોલી 9 વિકેટ સાથે માત્ર 73 રન બનાવી શકી હતી. આમ, ટીમ હજીરાને ટુર્નામેન્ટ વિજેતા બની હતી.
ડો. અનિલ મટ્ટુ, હેડ – હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું કે “આ ટુર્નામેન્ટમાં તમામ ટીમે જે પ્રતિભા અને ખેલભાવના દર્શાવી છે તેને કારણે અમે અત્યંત રોમાંચિત થયા છીએ. આ ટુર્નામેન્ટમાં તમામ ટીમે ખેલભાવના તો દર્શાવી હતી પણ સાથે-સાથે ટુર્નામેન્ટની તમામ ટીમમાં ટીમ વર્કનુ મહત્વ પણ જોવા મળ્યુ હતું. અમે ટીમ હજીરાને ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપવા બદલ અભિનંદન આપવાની સાથે-સાથે આ ઇવેન્ટને ભવ્ય રીતે સફળ બનાવવા માટે તમામ સહભાગીઓની પ્રશંસા કરીએ છીએ.”
ટીમ હજીરાના કેપ્ટન નીરવ પટેલને ફાઈનલ મેચના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન જાહેર કરવામાં આવ્યા હતો. યશ પટેલને બેસ્ટ બોલર અને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. મેન ઓફ ધ સિરીઝનું સન્માન વિરલ પટેલને મળ્યું હતું.
ડો. અનિલ મટ્ટુએ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી. આ સેરેમનીમાં સંતોષ મુંધડા, એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર – પ્રોજેક્ટ્સ, હજીરા, કેપ્ટન યોગેશકુમાર ગોર, હેડ – હ્યુમન રિસોર્સિઝ, હજીરા, બૈજુ મસરાની, હેડ – ઓપરેશન્સ, હજીરા અને દિપક સિંદકર, હેડ – બલ્ક રોમટીરીયલ્સ, હજીરા પણ હાજર રહયા હતા.
ટુર્નામેન્ટના અન્ય સ્પર્ધકોમાં AM/NS Indiaની બરબીલ, વાઈજેગ, પારાદીપ, પુના, દબુના, ગાંધીધામ, રેસ્ટ ઓફ ઈન્ડીયા, મુંબઈ અને પોર્ટ અને પાવર ટીમનો સમાવેશ થયો હતો.