સુરતમાં ફરિયાદીને બદનામ કરવા શિક્ષકની કરતૂત
ઈન્સ્ટાગ્રામમાં જુદીજુદી ફેક પ્રોફાઈલ બનાવનાર આરોપીને ઝડપ્યો
સુરેન્દ્ર નગરના ભાવેશ સુર્યકાંત ધનજી પટેલને ઝડપ્યો
સુરતમાં ફરિયાદીને બદનામ કરવા સોશીયલ મીડિયા ઈન્સ્ટાગ્રામમાં જુદીજુદી ફેક પ્રોફાઈલ બનાવનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.
સુરતમાં સાયબર ગુનાઓમાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સુરતની મહિલાના નામે સોશીયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટો બનાવી ફરિયાદીના ફોટા અને મોર્ફ કરેલા અશ્લીલ ફોટા અપલોડ કરી બદનામ કરી હોય જેને લઈ મહિલાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી આરોપી એવા કતારગામ વિઠ્ઠલ નગર સોસાયટી ખાતે રહેતા મુળ સુરેન્દ્ર નગરના ભાવેશ સુર્યકાંત ધનજી પટેલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

