Site icon hindtv.in

તાપી તારા ગંદા પાણી!

તાપી તારા ગંદા પાણી!
Spread the love

તાપી તારા ગંદા પાણી!
બીજેપી કોર્પોરેટરે પોલ છતી કરી
ગંદકી મામલે કાર્યવાહીના આદેશ
તાપી નદી કેમિકલયુક્ત પાણીથી બની દૂષિત

સુરતની જીવાદોરી સમાન તાપી નદી આજે ગંભીર દૂષણની પીડામાં છે. પાણી સમિતિના વાઇસ- ચેરમેન અને ભાજપના કોર્પોરેટર કૃણાલ સેલરે તાપી નદીની દયનીય સ્થિતિ અંગે ચિંતાજનક માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ડ્રોન સર્વેલન્સ દ્વારા કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં તાપી નદીના ત્રણ કિલોમીટર વિસ્તારમાં એક દારૂની ભઠ્ઠી, ત્રણ કેમિકલના આઉટલેટ અને એક ગેરકાયદે તબેલો મળ્યાં છે. આ તમામ પ્રવૃત્તિઓ નદીમાં સીધા જ ઝેરી પદાર્થો છોડે છે, જેનાથી નદીનું પાણી અત્યંત દૂષિત થઈ ગયું છે. તાપી શુદ્ધીકરણ પર કરોડો રૂપિયાના ખર્ચ વચ્ચે તાપી નદીની ગુણવત્તા ઓછી થવાનું પાણી સમિતિ જણાવી રહી છે.

પાણી સમિતિના વાઇસ-ચેરમેન હોળીમાં બેસીને રાંદેર અને અઠવા ઝોનમાં દૂષિત પાણી શા માટે આવી રહ્યું છે? એ માટે સર્વે કરવા નીકળ્યા હતા. તાપી નદીના ત્રણ કિલોમીટર રેન્જમાં જ્યારે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું હતું કે એક દારૂની ભઠ્ઠી, ત્રણ જગ્યાએ કેમિકલના આઉટલેટ અને એક જગ્યાએ ગેરકાયદે તબેલો છે, જેના કારણે તેમણે જણાવ્યું હતું કે તાપી નદીના પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ છે.ફક્ત એટલું જ નહીં, ઇન્ટેકવેલથી લઈને છાપરાભાટા સુધી જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવી ત્યારે તાપી નદીથી તીવ્ર દુર્ગંધ પણ આવતી હતી, જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે કેમિકલયુક્ત પાણી નદીમાં ઠલવાતું મળ્યું હતું. ડ્રોનની મદદથી સર્વેની કામગીરી કરાઈ હતી. ડ્રોન દ્વારા તમામ કારણો જાણવા મળ્યાં, જેના કારણે તાપી નદી દૂષિત થઈ રહી છે અને એની ગુણવત્તા ઓછી થઈ રહી છે. શહેરના રાંદેર અને અઠવા ઝોનમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીની સમસ્યા અંગે ફરિયાદો મળી રહી હતી.

પાણી સમિતિના વાઇસ-ચેરમેન કૃણાલ સેલરે જણાવ્યું હતું કે રાંદેર ઝોન વિસ્તાર અને અઠવા ઝોન વિસ્તારમાં ખૂબ જ ગંદા પાણીની સમસ્યાના પ્રશ્નો ઊભા થયા હતા. અમારી સમિતિની બેઠકમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. સમિતિના અધ્યક્ષ હિમાંશુભાઈ રાઉલજીએ આ સમસ્યા માટે તપાસના આદેશ પણ કર્યા હતા. મને સૂચના આપવામાં આવી હતી કે આ અંગે જરૂરી તપાસ કરવામાં આવે. અમારી ટીમ દ્વારા રાંદેર ઇન્ટેકવેલ ઉગત સાઈડમાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તાપી નદીમાં પાણીની ગુણવત્તા સારી ન હોવાના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે.

Exit mobile version