Site icon hindtv.in

તાપી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ચિલઝડપનો ભેદ,

તાપી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ચિલઝડપનો ભેદ,
Spread the love

તાપી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ચિલઝડપનો ભેદ,
૩.૫૫ લાખના મુદામાલ સાથે ૪ આંતરરાજ્ય શખ્સો ઝડપાયા

તાપી જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફ્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે. સોનગઢમાં બેંકમાંથી પૈસા ઉપાડીને જઈ રહેલા વૃદ્ધની નજર ચૂકવી ૪૫ હજારની ચોરી કરનાર ગેંગને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધી છે. આ શખ્સો પાસેથી કાર અને મોબાઈલ સહિત કુલ ૩.૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તાપી જિલ્લાના સોનગઢ ઓટા ચોકડી પાસે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં રહેતા રાકેશભાઈ ચૌધરી બેંક ઓફ બરોડામાંથી ૪૫ હજાર રૂપિયા ઉપાડીને જઈ રહ્યા હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને વાતોમાં ભોળવ્યા હતા. અમે બહારના છીએ અને અમારે પૈસા જમા કરાવવા છે. તેમ કહી મદદ માંગવાના બહાને આ ગઠિયાઓએ વૃદ્ધની નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા ૪૫ હજાર રૂપિયા સેરવી લીધા હતા. ઘટનાની ગંભીરતા જોઈ તાપી પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફ્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. જેમાં એક શંકાસ્પદ બલેનો કાર (GJ-05-RN- 7518) મળી આવી હતી. અને પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં
1, યોગેશ નામદેવ પાટીલ
2, સતનામ ઉર્ફે પપ્પુ સાહબદીન રાવત
3, સાજીદખાન સલીમખાન ઝાતે ખાન
4, આયુષ દેવપ્રસાદ મિશ્રાને પકડી ચોરી થયેલ રોકડા ૪૫,૦૦૦ – ગુનામાં વપરાયેલ બલેનો કાર ૩,૦૦,૦૦૦ અને ૪ નંગ મોબાઈલ ફોન ૨૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૩,૫૫,૦૦૦ મુદામાલ કબ્જે કર્યો છે. આ ચારેય આરોપીઓ મૂળ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના વતની છે અને હાલ સુરત તથા કડોદરા વિસ્તારમાં રહીને આવી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા વિસ્તારોમાં આવી રીતે લોકોના કિંમતી નાણાંની ચોરી કરી છે….

Exit mobile version