સુરતના લિંબાયત વિસ્તારમાં તપેલા ડાઈંગ
લોકોના ઘરોમાં મનપા દ્વારા અપાતુ પાણી કલર વાળુ
તંત્ર સામે લોકોએ બળાપો કાઢ્યો
સુરતના લિંબાયત વિસ્તારમાં આજે પણ તપેલા ડાઈંગ ધમધમી રહ્યા હોય જેને લઈ લોકોના ઘરોમાં મનપા દ્વારા અપાતુ પાણી કલર વાળુ આવી રહ્યો હોવાના આક્ષેપો સાથે તંત્ર સામે લોકોએ બળાપો કાઢ્યો હતો.
સુરતના લિંબાયત વિસ્તારમાં ફરી ઘરોમાં કલરવાળુ પાણી આવી રહ્યુ છે. લિંબાયનતા ગોવિંદ નગરમાં લોકોના ઘરમાં લાગેલા સુરત મહાનગર પાલિકા દ્વારા અપાતા પીવાના પાણીના નળમાં લાલ અને બ્લુ કલરનુ પાણી આવી રહ્યું છે જેને લઈ મેયર દ્વારા તપેલા ડાઈંગો સામે કાર્યવાહી માટે અપાયેલી સુચના માત્ર પોકળ સાબિત થઈ હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે સુરત મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા નોટિસ અને સીલ મારવાની કાર્યવાહી બાદ પણ હાલ તપેલા ડાઈંગ ધમધમી રહ્યા છે. ત્યારે તપેલા ડાઈંગો દ્વારા જાહેરમાં છોડાતું લાલ અને બ્લુ પાણી અધિકારીઓને કેમ દેખાતું નથી તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે. ગેરકાયદેસર રીતે ચાલતા તપેલા ડાઈંગો પર એક વખત કાર્યવાહી કર્યા બાદ બીજી વખત પકડાશે તો તેની પ્રોપર્ટી સીઝ કરવાની વાતો કરાઈ હતી પરંતુ હાલમાં દેખાઈ રહેલા વીડિયોમાં સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ લાઈનમાંથી લાલ અને બ્લુ પાણી જાહેરમાં છોડાય રહ્યું છે જેથી પાલિકાની વાતો પોકળ સાબીત થઈ રહી છે.

