Site icon hindtv.in

સોનગઢમાં 5.58 કરોડના સ્વિમિંગ પુલનું ખાતમૂહુર્ત

સોનગઢમાં 5.58 કરોડના સ્વિમિંગ પુલનું ખાતમૂહુર્ત
Spread the love

સોનગઢમાં 5.58 કરોડના સ્વિમિંગ પુલનું ખાતમૂહુર્ત
દેવજીપુરામાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નિર્માણ થશે

સોનગઢના દેવજીપુરા ખાતે રૂપિયા 5 કરોડ 58 લાખ થી વધુના ખર્ચે બનવા જઈ રહેલ સ્વિમિંગ પુલનું ખાતમુહૂર્ત ધારા સભ્ય ડો. જયરામ ગામીત દ્વારા કરવામાં આવ્યું

સોનગઢ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોનગઢના દેવજીપુરા ખાતે રૂપિયા 5 કરોડ 58 લાખ થી વધુના ખર્ચે બનવા જઈ રહ્યા છે. સ્વિમિંગ પુલનું ખાતમૂહુર્ત 172 નિઝરના ધારા સભ્ય ડો. જયરામ ગામીતએ કર્યું હતું.  નગરની વર્ષો જૂની માંગણીનો આજરોજ ખાતમૂહુર્ત થતાં નગરમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ પ્રસંગે પાલિકા ચીફ ઓફિસર ભાજપ શહેર પ્રમુખ અમિત અગ્રવાલ , કારોબારી અધ્યક્ષ હેતલ મહેતા, પાલિકા પ્રમુખ સારિકાબેન સચિન, પાટીલ બાંધકામ અધ્યક્ષ આશિષ શાહ. પ્રકાશ ગામીત યોગેશ મરાઠા સહિત પાલિકાના સભ્યો હાજર રહ્યા હતા વધુમાં નોંધવું રહ્યું કે વારંવાર સ્વિમિંગ પૂલ ની જગ્યાને લઈ વિવાદ બાદ આખરે સોનગઢ પાલિકા દ્વારા દેવજીપુરા ખાતે સ્વિમિંગ પૂલ નો ખાતમુરત કરતા આ વિવાદનો અંત આવ્યો હતો

 

Exit mobile version