સુરતમાં શંકાસ્પદ સામુહિક મોતની ઘટના
ત્રણ સભ્યોની ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ
લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી
સુરતમાં શંકાસ્પદ મોતની ઘટના સામે આવી છે. હરિપુરા ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોની ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં કરૂણાંકિતા સર્જાઈ હોય તેમ લાગી રહ્યુ છે. સુરતના હરિપુરા વિસ્તારમાં આવેલ શોય શેરીમં એક ઘરમાંથી ત્રણ વ્યક્તિના મૃતદેહ મળ્યા હતાં. 13 વર્ષના બાળક અને તેના માતા-પિતાના મૃતદેહ મળતા શંકાસ્પદ મોત ને લઈ સ્થાનિકોમાં ચર્ચાનો દોર જોવા મળ્યો હતો. તો બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.

