Site icon hindtv.in

સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિણીતાનુ શંકાસ્પદ મોત

સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિણીતાનુ શંકાસ્પદ મોત
Spread the love

સુરતના પાંડેસરા વિસ્તારમાં પરિણીતાનુ શંકાસ્પદ મોત
પરિણીતાના આપઘાત મામલે પોલીસ તપાસ
પગ જમીન પર વળેલા અને અડેલા જોવા મળતા હત્યાની આશંકા

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક પરિણીતાનુ શંકાસ્પદ મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે. પરિણીતાના આપઘાત મામલે પોલીસ તપાસમાં તેના પગ જમીન પર વળેલા અને અડેલા જોવા મળતા હત્યાની આશંકા સેવાઈ રહી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મીનગરથી એક શંકાસ્પદ આત્મહત્યાની ઘટના સામે આવી છે. અહીં 25 વર્ષીય ઇન્દિરાબેન બારીયા નામની પરિણીતાનો મૃતદેહ તેમના જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે, આ ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતક મહિલાના પગ જમીનને અડેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ સ્થિતિને જોતા સ્થાનિકો અને પરિવારમાં અનેક શંકા-કુશંકાઓ જન્મી છે. પાંડેસરા પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આ મામલો આત્મહત્યા છે કે હત્યા, તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

Exit mobile version