Site icon hindtv.in

સુરતમાં ફોસ્ફેટ મટીરીયલ છેતરપિંડીનો નાસતો ફરતો આરોપી

સુરતમાં ફોસ્ફેટ મટીરીયલ છેતરપિંડીનો નાસતો ફરતો આરોપી
Spread the love

સુરતમાં ફોસ્ફેટ મટીરીયલ છેતરપિંડીનો નાસતો ફરતો આરોપી
નાસતા ફરતા આરોપીને કચ્છ આદિપુરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
ફેનીલ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો પંકજ ઠક્કરને કચ્છ આદીપુરથી ઝડપો

સુરતમાં ફોસ્ફેટ મટીરીયલ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો અને બીએનએસ 72 મુજબ વોરંટના નાસતા ફરતા આરોપીને કચ્છ આદિપુરથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશર દ્વારા આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ કાયદો વ્યવસ્થા જાળવી રાખવા આપેલી સુચનાને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમો મેદાને છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે હજીરા પોલીસ મથકમાં નોંધાયેલા ફોસ્ફેટ મટીરીયલ છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો અને બીએનએસ કલમ 72 મુજબ વોરંટના નાસતા ફરતા આરોપી એવા ફેનીલ ઉર્ફે જગદીશ ઉર્ફે જગો પંકજ ઠક્કરને કચ્છ આદીપુર ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબ્જો હજરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Exit mobile version