Site icon hindtv.in

તાપીમાં એસ.ઓ.જી.નો સપાટો

તાપીમાં એસ.ઓ.જી.નો સપાટો:
Spread the love

તાપીમાં એસ.ઓ.જી.નો સપાટો
ઉચ્છલના કુઈદાગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો!

તાપી જિલ્લામાંથી આ સમયના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉચ્છલ તાલુકાના કુઈદાગામમાં છેલ્લા ઘણા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલા એક બોગસ ડોક્ટરને એસ.ઓ.જી. (એસઓજી) શાખાએ ઝડપી પાડ્યો છે. ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા આ શખ્સ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાપી જિલ્લામાં ઉછાળાના કુઈદાગામમાં છેલ્લા ઘણા સમયથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહેલ સચિન નગીનભાઈ પાટીલને એસ.ઓ.જી દ્વારા બાતમીના આધારે દરોડો પાડી પકડી પાડ્યો છે, અને તેની પાસેથી 34,000 થી વધુની કિંમતની એલોપેથિક દવાઓ અને મેડિકલ સામાન જપ્ત કરી BNS કલમ 125 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટીશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો દાખલ કરી બોગસ ડોક્ટરની ધરપકડ કરાય છે. ડિગ્રી વગર એલોપેથિક સારવાર આપતા સચિન પાટીલ નામના શખ્સને પોલીસે દબોચ્યો..છે જે ભોળા ગ્રામજનોના જીવ સાથે ચેડાં કરતા નકલી ડોક્ટર સામે પોલીસની લાલ આંખ…તાપી જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. કે.જી. લીંબચીયા અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં આવી રહી છે. બાતમી મળી હતી કે કુઈદાગામમાં કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર એક શખ્સ ક્લિનિક ખોલીને બેઠો છે અને ગંભીર એલોપેથિક દવાઓ આપી રહ્યો છે. પોલીસે દરોડો પાડી આરોપી સચિન પાટીલને રંગેહાથ ઝડપી લીધો છે. હાલ ઉચ્છલ પોલીસ મથકે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.”ત્યારે તાપી જિલ્લા ના કાકરાપાર વિસ્તારમાં અને કુકરમુંડા અને અન્ય વિસ્તારોમાં પણ બોગસ ડોક્ટરોની તપાસ થાય તો મળી શકે એમ છે. ?…

Exit mobile version