Site icon hindtv.in

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટેક્સ લેવામાં શુરા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટેક્સ લેવામાં શુરા
Spread the love

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ટેક્સ લેવામાં શુરા
પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો પરેશાન
મહાનગરપાલિકા બન્યા ને આજે એક વર્ષ પૂરું થવા આવ્યું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લોકો પાસેથી નિયમિત ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ શહેરના ઘણા વિસ્તારોમાં આજ દિવસ સુધી પ્રાથમિક સુવિધાઓનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા ને આજે એક વર્ષ પૂરું થવા આવ્યું છે. છતા પણ શહેરના અનેક વિસ્તારોમાં હજુ સુધી રોડ–રસ્તા, પીવાના પાણી, સ્ટ્રીટલાઇટ અને ગટર જેવી પ્રાથમિક જરૂરિયાતો સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની અછત, ગટર ઓવરફ્લો, કાચા રસ્તા અને રસ્તામાં પડેલા ખાડાઓને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ટેક્સ તો ભારે લેવાઈ રહ્યો છે. જેની સામે પાયાની સુવિધાઓ પણ આપવામાં આવતી નથી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ફરિયાદો માટે મોબાઇલ એપ લોન્ચ કરી છે, જેમા 24 કલાકમાં ફરિયાદનું નિરાકરણ કરવાનો કમિશનરનો આદેશ છે. જોકે, સ્થળ પર કોઈ કામગીરી કર્યા વગર જ કેટલીક ફરિયાદો ક્લોઝ કરી દેવામાં આવી રહી હોવાનો પણ ગંભીર આક્ષેપ લોકો કરી રહ્યા છે.

સ્થાનિક લોકો માંગણી કરી રહ્યા છે કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તાત્કાલિક અસરથી પાયાની સુવિધાઓ પુરી પાડી શહેરની સમસ્યાઓનો ઉકેલ લાવામાં આવે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમા વસતા લોકો મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. ટેક્સ વસૂલવામાં તો કોઈ કચાશ નથી, પરંતુ પ્રાથમિક સુવિધાઓના અભાવે શહેરના અનેક વિસ્તારોમાં પરેશાનીઓ વધી રહી છે. લોકોની આ નારાજગી વચ્ચે હવે જોવાનું એ છે કે મહાનગરપાલિકા પ્રશાસન કઈ રીતે અને ક્યારે પગલાં ભરે છે તે જોવાનું રહ્યું!….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version