સુરતની ઈચ્છાપોર પોલીસે ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા
પોલીસે આઓપીઓ પાસેથી 2 લાખનાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ઈચ્છાપોર પોલીસે રીક્ષામાં લઈ જવાતા ગાંજા સાથે બેને ઝડપી પાડ્યા હતાં.
સુરત પોલીસ સુરતમાંથી નશાની બદી દુર કરવા માટે સતત પ્રયાસો કરી રહી છે અને સાથે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન પણ ચલાવી રહી છે ત્યારે સુરતની ઈચ્છાપોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કવાસ ગામ ગોયલ ગેસ કંપની પાસે ઝુપડપટ્ટી સામે રીક્ષામાં પસાર થતા મુળ યુપીનો અને હાલ જોલવા ખાતે રહેતા બાબીદેવલ ફેશનલાલ બિંદ તથા કવાસ ગામમાં જ રહેતા ઈસ્તીખાર ખાનને ઝડપી પાડી તેઓ પાસેથી ગાંજાનો જથ્થો, રીક્ષા, મોબાઈલ અને રોકડ સહિત 2 લાખ 80 હજારથી વધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

