Site icon hindtv.in

સુરતની ઉત્રાણ પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો

સુરતની ઉત્રાણ પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
ભરથાણા દુખીયાના દરબાર સર્કલ પાસે રીયો લક્ઝુરીયાની સામેથી ઝડપાયો
આરોપી રાજન બાબાભાઈ સરોજને ઝડપી પાડ્યો

સુરતની ઉત્રાણ પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન હેઠળ ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચબી પઢેરીયા અને સેકન્ડ પીઆઈ એનજી પટેલની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે સેકન્ડ પીઆઈ એનજી પટેલને મળેલી બાતમીના આધારે ભરથાણા દુખીયાના દરબાર સર્કલ પાસે રીયો લક્ઝુરીયાની સામેથી 6 હજારના ગાંજાના જથ્થા સાથે છાપારભાઠા ખાતે રહેતા રાજન બાબાભાઈ સરોજને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Exit mobile version