Site icon hindtv.in

સુરતની ઉત્રાણ પોલીસે લલનાઓને મુક્ત કરાવી

સુરતની ઉત્રાણ પોલીસે  લલનાઓને મુક્ત કરાવી
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે લલનાઓને મુક્ત કરાવી
વરાછાના સુદામા ચોક પાસે આવેલ હોટેલમાં દરોડા
હોટલ સંચાલક જોનીલ ઉર્ફે જેડી દીલીપભાઈ કેવડીયાની ધરપકડ

સુરતની ઉત્રાણ પોલીસે બાતમીના આધારે મોટા વરાછાના સુદામા ચોક પાસે આવેલ હોટેલમાં દરોડા પાડી ત્યાંથી લલનાઓને મુક્ત કરાવી હોટલ સંચાલક અને ગ્રાહકોની અટકાયત કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા આ પ્રવૃત્તિઓ સદંતર બંધ કરાવવા આપેલી સુચનાને લઈ અધિક પોલીસ કમિશર, નાયબ પોલીસ કમિશનર સહિતનાઓની સુચનાને લઈ ઉત્રાણ પોલીસની ટીમ પીઆઈ એચઆર ગોસ્વામીને મળેલી માહિતી ના આધારે મોટા વરાછા સુદામા ચોક ખાતે આવેલ એટલાન્ટા બિલ્ડીંગની સામે તુલસી આર્કેડ બિલ્ડીંગના બેઝમેન્ટ પાર્કિંગમાં આવેલી સીટી પેલેસ હોટલમાં જોનીલ ઉર્ફે જેડી દિલીપભાઈ કેવડીયા બહારથી વિદેશી લલનાઓ બોલાવી ગ્રાહકો પાસે દેહવેપાર ચલાવે છે જે માહિતીના આધારે ઉત્રાણ પોલીસે તપાસ હાથ ધરી દરોડા પાડી ત્યાંથી હોટલ સંચાલક જોનીલ ઉર્ફે જેડી દીલીપભાઈ કેવડીયા તથા ગ્રાહકો દિક્ષીત દેવરાજ ગોહિલ, નિકુલ બાબુ સુતરીયા, કૌશિક રાજુ મકવાણા અને રોહિત ખીમજી મેંદપરાને ઝડપી પાડ્યા હતાં.

 

Exit mobile version