સુરતની ઉત્રાણ પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપ્યો
સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં વોન્ટેડ આરોપી
આરોપી રાધિકકુમાર જ્યંતિ ધામેલીયાને ઝડપી પાડ્યો
સુરતની ઉત્રાણ પોલીસે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરમાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એચબી પઢેરીયાની ટીમ પીએસઆઈ આરડી ધાધલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગાં હતી ત્યારે અપોકો હરદેવસિંહને મળેલી બાતમીના આધારે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતે બીએનએસ કલમ 70 મુજબ વોરન્ટના આરોપી એવા પુણા બોમ્બે માર્કેટ પાસે નંદનવન સોસાયટીમાં રહેતા રાધિકકુમાર જ્યંતિ ધામેલીયાને ઝડપી પાડી તેનો કબ્જ સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

