સુરતની ઉત્રાણ પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપ્યો
ક્રેડીટ કાર્ડના બીલ ભરવાના બહાને લાખોની ઠગાઈ
અઢી મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
સુરતની ઉત્રાણ પોલીસે ક્રેડીટ કાર્ડના બીલ ભરવાના બહાને લાખોની ઠગાઈ આચરવાના ગુનામાં અઢી મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં રોજેરોજ ઠગાઈ સહિતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે અઢી મહિનાથી વોન્ટેડ ઠગને ઝડપી પાડ્યો હતો. ઉત્રાણ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે છેલ્લા અઢી મહિનાથી ક્રેડીટ કાર્ડ બીલ ભરવાના બહાને 1.97 લાખની ઠગાઈ આચરવાના નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપી નિલેશ મકવાણાને ઝડપી પાડી તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

