Site icon hindtv.in

સુરતની ઉત્રાણ પોલીસે આરોપીને મુંબઈથી ઝડપ્યા

સુરતની ઉત્રાણ પોલીસે આરોપીને મુંબઈથી ઝડપ્યા
Spread the love

સુરતની ઉત્રાણ પોલીસે આરોપીને મુંબઈથી ઝડપ્યા
ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને નોરા ફતેહી-કપિલ શર્માના લાઈવ શોના નામે છેતરપિંડી
1.41 કરોડની છેતરપિંડી કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ

સુરતની ઉત્રાણ પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાતના આરોપીને મુંબઈથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઠગાઈના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપી એવા મહારાષ્ટ્રના મુંબઈ ખાતે રહેતા અનિંદા નેતાઈ સીલને મુંબઈ ખાતે જઈ ત્યાંથી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને નોરા ફતેહી-કપિલ શર્માના લાઈવ શોના નામે 1.41 કરોડની છેતરપિંડી કરી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે.

Exit mobile version