Site icon hindtv.in

સુરતની ઉધના પોલીસે રાત્રીના સમયે હાથફેરો કરનાર રીઢા ચોરને ઝડપ્યો

સુરતની ઉધના પોલીસે રાત્રીના સમયે હાથફેરો કરનાર રીઢા ચોરને ઝડપ્યો
Spread the love

સુરતની ઉધના પોલીસે રાત્રીના સમયે હાથફેરો કરનાર રીઢા ચોરને ઝડપ્યો
વકીલની ઓફિસમાંથી રાત્રીના સમયે હાથફેરો
ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે

સુરતની ઉધના પોલીસે વકીલની ઓફિસમાંથી રાત્રીના સમયે હાથફેરો કરનાર રીઢા ચોરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસએન દેસાઈ અને જેએસ ઝાંબરેની ટીમ પીએસઆઈ એચઝેડ પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો પિયુશ, નાગેન્દ્રસિંહ અને રામદેવસિંહએ બાતમીના આધારે તથા ચોરીવાળી જગ્યાના સીસીટીવીની તપાસ બાદ વકીલની ઓફિસને નિશાન બનાવી ચોરીને અંજામ આપનાર રીઢા ચોર ઉદના સંજય નગર ઝુપડપટ્ટી ખાતે રહેતા રીજવાન શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

Exit mobile version