સુરતની તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 99.05% આવ્યું
સુરત જિલ્લાનું ધો.10 માં 86.4% પરિણામ
6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો
સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4 ટકા નોંધાયું છે, જેમાં કુલ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા અને તેમાંથી 6,475 જેટલા તેજસ્વી તારલાઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. આજે પરિણામ જાહેર થતા જ અનેક પરિવારો સંતાનોની સિદ્ધિ જોઈને હર્ષના આંસુ રોકી શક્યા નહોતા. ત્યારે આજે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 99.05% આવ્યું છે
સુરતમાં ધોરણ-10 નું પરિણામ જાહેર થતાની સાથે જ શાળાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ જેવી સંસ્થાઓમાં જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા તો ક્યાંક ફટકડી ફોડી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી, પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ઝળહળતી સફળતા મેળવી તમામ વિદ્યાર્થીઓ શાળાના પટાંગણમાં ગરબાની રમઝટ બોલાવતા જોવા મળ્યા હતા, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું પરિણામ 99.05% આવ્યું છે. જેમાં A1 માં 83 વિદ્યાર્થીઓ અને A2 165 વિદ્યાર્થીઓએ બાજીમારી મારી છે
વિધ્યાર્થીઓએ આખું વર્ષ કરેલી સખત મહેનતનું મીઠું ફળ મળતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિણામ જોતા જ તેમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, જે તેમના વર્ષભરના પરિશ્રમ અને સંઘર્ષની સાક્ષી પૂરતા હતા. પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ શાળાઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી છે તો પોતાની આ સિદ્ધિનો શ્રેય માતા-પિતાના સપના અને શિક્ષકોની મહેનતને ગણાવ્યા છે

